* શું ક્યારેય તમે વિચાર્યુ છે કે આપણે આ બ્રહ્માંડ માં એકલા છીએ કે નહીં ?

શું ક્યારેય તમે વિચાર્યુ છે કે આપણે આ બ્રહ્માંડ માં એકલા છીએ કે નહીં ?  ફક્ત પ્રુથ્વી પર જીવન છે કે ક્યાંય બીજે પણ છે  ક્યારેક ને ક્યારેક આપે આ વિચાર્યુજ હશે પણ જવાબ ના મળવાથી વિચારવાનું છોડી દિધું હશે યા તો હજુ પણ એના વિશે સંશોધન કરનારા કઇક વિરલાઓ હશે. અને એમણે કાંઇક નિષ્કર્ષ કાઢ્યોજ હશે. મને નામ તો યાદ નથી પણ ફ્રેડ ડ્રેક નામના  વિજ્ઞાનિકે સૂત્ર  બનાવ્યુ છે જે અહિં રજુ કરુ છુ. (નામ માં ભુલચુક લેવી પણ દેવી નહીં )  એમણે જે સૂત્ર બનાવ્યુ છે તે મુજબ આપણા બ્રહ્માંડ માં અગર કોઇક ગ્રહ પર માનવ જેવા જીવો હોય તો કેટલા પ્રમાણમાં હોય શકે અને જો ના હોય તો કેમ નહિં. આપણે આ બ્રહ્માંડ માં એકલા છીએ કે નહિં તેનો જવાબ પણ આ સૂત્ર આપણ ને આપી દે છે.

સૂત્ર  R* × Fp  ×  Ne  ×  Fl  ×  Fi  × Fc  × L  × = N

R* = Is the rate at which stars form in our galaxy.  (આપણી દૂધગંગામાં નવા તારા નો જન્મદર).

૧૦ અબજ વર્ષ પહેલા સર્જાયેલી દૂધગંગામાં આજે આશરે ૧૦૦ અબજ તારાઓ છે ( હવે ખરેખર કેટલા છે તે કોને ખબર ભાઇ તમ તમારે હાંકે રાખો ) માટે ૧૦૦÷૧૦ = ૧૦

માટે R* = ૧૦.

Fp = The fraction of those stars, that have planets   બ્રહ્માંડમાં તારાઓની કુલ વસ્તી પૈકી એવા તારાઓનુ આંશિક પ્રમાણ (fraction) કેટલું જેઓ તેમની ફરતે ગ્રહો ધરાવે છે.

* ન્યૂટ્રોન સ્ટાર ફરતે ગ્રહો હોવાનુ અશક્ય છે. ( કેમ ? એની મને ખબર નથી ભાઇ )

* Binary star  યૂગ્મતારાઓ ગ્રહને સ્થીરતા ધારણ ન કરવા દે આથી ત્યા પણ શક્ય નથી.

* Red gint – શ્વેત વામન તારા સામે ચોકડી માર્યા પછી ખગોળ નિષ્ણાંતો ના મત અનુસાર ૦.૫ ગણી શકાય એટલે કે અડધો અડધ તારાઓ જે દૂધ ગંગા માં છે. માટે Fp = ૦.૫

Ne = Number of Earth like planets per solar system.  (સુર્યમાળા માં આપણી પ્રુથ્વી જેવા ગ્રહો ની સંખ્યા

૧) સુર્ય થી સચોટ અંતર હોવું જોઇએ. જો દૂર હોય તો એટલો થંડો ગ્રહ બને કે જ્યાં જીવન શક્ય ન બને.

જો વધારે નજીક હોય તો ગરમી એટલી બધી વધી જાય કે જીવન શરુ થવા પહેલાંજ ખાત્મો થયો સમજો.

૨) તારાના ઉદભવ પછી જેમ ગરમી વધતી જાય તેમ આ જીવન રક્ષક પટ્ટો પણ દૂર થતો જાય. માટે સુર્યમાળાના જન્મ મુજબ યોગ્ય અંતર.

૩) ઉપરની બન્ને શરતો નુ પાલન થયા પછી મોટો રાક્ષસી ગ્રહ નજીક માં હોવો જોઇએ કે જેથી ધૂમકેતુ વગેરેને પોતાના ગુરુત્વાકર્ષણ બળથી પોતાની  તરફ ખેંચી લઇ ગ્રહને સુરક્ષિત રાખે.

સરેરાશ 5 ગ્રહમાળા પૈકી ૧માં આપણી પ્રુથ્વી જેવો ગ્રહ હોવો જોઇએ. જોયુ ફરીથી કેટલો ઓછો આશાવાદ.

માટે Ne = ૦.૨

Fi = The fraction of earth like planets, where life develops. હવે એવા ગ્રહોનું આંશિક પ્રમાણ જ્યાં પ્રુથ્વી જેવું જીવન પાંગર્યુ હોય.

આગળના સમીકરણોને મુલવતાં જો પ્રુથ્વી જેવા સંજોગો મળ્યા હોય તો ત્યા પણ વહેલુ મોડુ જીવન ખીલવું રહ્યુ. તો Fl = ૧:૧ = ૧ હોવું જોઇએ. પણ ૨૦ જેટલાં એમીનો એસીડ ને સચોટ ક્રમ માં ગોઠવતો ચમત્કાર બનેજ એ શક્ય નથી માટે Fl = ૦.૨

Fi = The fraction of earth like planets with intelligent life. પ્રુથ્વી જેવા ગ્રહો કે જ્યા ફક્ત જીવનજ નહિં પણ જીવો બુધ્ધીશાળી પણ હોવા જોઇએ.

અડસટ્ટેજ પણ રૂઢીચુસ્ત વર્ગ નો ચુકાદો Fi = ૦.૨

Fc = The fraction of planets that have the thechnology and to desire communicate.  બુધ્ધીશાળીજ નહિં પણ ચુંબકીય મોજા ને નાથી ને સંદેશાવ્યવહાર કરી શકે તેવા સક્ષમ હોવા જોઇએ. ફરીવાર કંગાળ ફિગર ૦.૨

L = The life time of a civilization. માનવ સંસ્કૃતિની સરેરાશ આવરદા.

ઇ.સ. પૂર્વે ૨૫૦૦૦. આદિમાનવ થી ગુફાવાસી. અને એ પછી ૬૦ સંસ્કૃતિઓ  પથ્થર યૂગના અને ધાતુ યૂગના પહેલા નાશ પામી છે. સુમેરીયા, મેસોપોટેમીયા, બેબીલોન, ઇજિપ્તની ૮ સંસ્કૃતિ, ગ્રીસની ૬ , રોમની ૨,  ચીનની ૯, આફ્રીકાની ૪, ભારતની ૩, જાપાનની ૨, દક્ષિણ – મધ્ય અમેરીકાની ૬ અને યૂરોપ – અમેરીકાની ૬. દરેકની મજલ ધાતુ યૂગ પાસે અટકી એટલે ૨૩૦૦૦ વર્ષ બાતલ ગયા. જેમ્સ વોટ ના હસ્તે યંત્રયૂગ ૧૭૮૨ માં થયો.

માટે ફાઇનલ હિસાબ ૨૭૦૦૦ વર્ષ દરમિયાન ૬૦ સંસ્કૃતિઓ.  એટલે સરેરાશ સંસ્કૃતિની આવરદા ફક્ત ૨૭૦૦૦ ÷ ૬૦ = ૪૫૦ વર્ષ.

માટે ડ્રેગનું સમીકરણ

R* = ૧૦,    Fp = ૦.૫,    Ne = ૦.૨,    Fl = ૦.૨,    Fi = ૦.૨,    Fc = ૦.૨,    L = ૪૫૦

માટે ૧૦ × ૦.૫ × ૦.૨  × ૦.૨ × ૦.૨ × ૦.૨ × ૪૫૦ = ૩.૬  સંસ્કૃતિઓ

આપની દુધગંગાનો વ્યાસ ૧૦૦૦૦૦ પ્રકાશવર્ષ છે માટે સરેરાશ ૨૭૭૭૭ પ્રકાશવર્ષ ના અંતર દિઠ ૧ communicative સંસ્કૃતિ.

હવે તમે જ વિચાર કરજો કે આપણાથી નજીકમાં નજીક ની સંસ્કૃતિ પણ ૨૭૭૭૭ પ્રકાશવર્ષના અંતરે આવેલ હોય તો તેનો સંપર્ક કેમ કરવો. છે કોઇ જવાબ ? જો હોય તો તમાર જ્ઞાન નો અમને પણ લાભ આપજો ભાઇ સાબ !

અસ્તુ

Advertisements

One response

24 07 2010
margesh92

ખૂબ સરસ છે.
તમે આ ક્યાંથી જાણ્યું અથવા વાંચ્યું…? જરૂરથી જણાવશો.

મારા બ્લોગની મુલાકાત લેશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: