મગજમારી

9 07 2010

મિત્રો,

અહીં પધારવા બદલ આપનો આભાર, કારણકે બ્લોગ નુ નામ એવું છે કે વાંચી ને જ મગજ ચડી જાય કે આ માણસ શુ કરવા ધારે છે. આમ તો આજે આ શબ્દ વિશે મને વધારે માહિતી ન હતી. અભ્યાસ માં આમ પણ હુ પહેલેથીજ એટલો હોશીયાર કે વર્ગ માં મારો નંબર ૧લો જ આવે. (એ વાત અલગ છે કે છેલ્લેથી પહેલો આવતો) જોજો હોં વાત બહાર જાય નહિં.  રજનીભાઇ નો બ્લોગ જોઇ-વાંચીને મને પણ શુર ચઢ્યુ કે ચાલોને આપણે પણ એક બ્લોગ ઘસડી નાખીએ, અને બ્લોગ બનાવવાની મથામણ માં એટલી મગજમારી કરી કે શરુઆત મગજ્મારીથીજ કરી. અને એના માટે પ્રથમ તો મારે ભગવદ્દોમંડળ ની મદદ લેવી પડી કે ભૈ મગજમારી એટલે ખરેખર શુ ? અને જવાબ મળ્યો –

મગજને નકામી મહેનત પડે એવું કામ; મગજ કસવું પડે એવું મહેનતનું કામ; નકામી માથાકૂટ; માથાફોડ; વિચાર કરવાની કે વિવાદ ચલાવવાની મહેનત; માથાઝીક.

હવે આપણે વળી કે દી એવુ કામ કરીએ છીએ કે મગજ કસવું પડે.    હા એ ખરુ કે વિચાર કરવાની કે વિવાદ ચલાવવાની મહેનત તો ૨૪ કલાક કરતાજ હોઇએ છીએ. દા.ત. ધોની એ સાક્ષી સાથે લગ્ન કર્યા તો આભ તુટી પડ્યુ હોય યા તો હવે આખાય ભારંતની યુવતીઓ કુવારી રહી જવાની હોય તેમ કાગારોળ મચાવવા લાગ્યા. મિડીયાની ખરેખરી ફજેતી તો ત્યારે થઇ જ્યારે ઘોડો લઇ ને બહાર નિકળ્યો. એની પાછળ કેમેરામેન અને પત્રકારો એ વાત કરવાની હોડ લગાવી. જાણે એ સેલેબ્રિટી હોય એમ આગળ અને પત્રકારો એની પાછળ. વાહ ભૈ વાહ શુ સીન હતો એ. સદંતર ખોટો વિવાદ ચલાવે રાખીને આખા ભારત ને ગોળ ગોળ ફેરવે રાખ્યા. આપણે પણ સાથે સાથે એ બધુ જોયે રાખ્યુ. જાણે એના સિવાય બિજા કોઇજ સમાચાર ના હોય. મારુ બેટુ આ પણ ખરુ કહેવાય નહિં.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

9 07 2010
chirag

wow very nice writtern by hemant patel,nice blog,keep writing 🙂

17 07 2010
Rajni Agravat

મારી જ વાત હતી ને મારી હાજરી ન હતી?! અરે ભલા માણસ એક સ્ક્રેપ કે એસ.એમ.એસ. થી તો જાણ કરવી હતી! એની વે ચાલો નવ તારીખે બનાવેલ બ્લોગ નવ દિવસ પછી તો ખબર પડી ગઈ… હવે આ નવના આંકડાને આગળ વધારતા રહો અને 900થી 9000 કે 90000000 સુધી પોસ્ટસનો આંકડો પહોંચે એવી દિલીશુભકામના.

20 07 2010
હેમંત પટેલ

રજનીભાઇ એમા એવુ છે કે કૈક મોટો બનાવ હોય તો જાણ કરુ . પણ આતો વરઘોડો પણ મારો અને જાનૈયો પણ હુ તો મારે તમને ક્યાં તકલીફ આપવી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: